કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ની કોંગ્રેસ કાર્યકર્તાઓ ને અપીલ.

કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ની કોંગ્રેસ કાર્યકર્તાઓ ને અપીલ.

https://www.facebook.com/1757441471197224/posts/2730161863925175/

રાજ્ય માં સતત વરસાદ પડી રહ્યો છે.ત્યારે આ વરસાદ મા અનેક તાલુકા અને જિલ્લા માં પુરની સ્થિતિ નું નિર્માણ થયું છે.ત્યારે હાર્દિક પટેલે ફેસબુક પેજ પોસ્ટ મૂકીને કોંગ્રેસ ના કાર્યકરો ને મદદ કરવા અપીલ કરતા કહ્યું કે,આપણા ગુજરાતમાં ભારે વરસાદી માહોલ ના કારણે અનેક તાલુકા અને જિલ્લામાં પુરની સ્થિતિ નું નિર્માણ થયું છે,તેવા સંજોગો માં તમારા વિસ્તાર માં જનતાને મદદ કરવા કોંગ્રેસ પાર્ટી ના સૌ કાર્યકર્તાઓને અપીલ કરું છું.

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ના મોર સાથે ફોટો પડાવવા બાબતે પણ હાર્દિક પટેલે પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરતા કહ્યું કે,પ્રધાન મંત્રી નરેન્દ્રમોદી એક મોર સાથે ફોટો પડાવે છે,આખા દેશ નું મીડિયા આ પર ચર્ચા કરી રહ્યું છે,પરંતુ આજ દેશ ના કરોડો યુવાનો બેરોજગાર થઈ રહ્યા છે એક પણ મીડિયા આ સમસ્યા પર ચર્ચા નથી કરી રહ્યું.આજ અમને ગર્વ છે કે કોંગ્રેસ પાર્ટી દેશ ની મૂળ સમસ્યા પર અવાજ ઉઠાવી રહી છે.

Leave a Comment