કોંગ્રેસનું અધ્યક્ષ પદ નથી લેવા માંગતા રાહુલ ગાંધી,તો હવે આ દિગગજ કોંગ્રેસના નેતા બની શકે છે અધ્યક્ષ.

કોંગ્રેસનું અધ્યક્ષ પદ નથી લેવા માંગતા રાહુલ ગાંધી,તો હવે આ દિગગજ કોંગ્રેસના નેતા બની શકે છે અધ્યક્ષ.

નવી દિલ્લીઃ કોંગ્રેસ પાર્ટીને નવુ નેતૃત્વ આપવા માટે પક્ષમાં કવાયત તેજ થઈ ગઈ છે. પાર્ટીની અંદર નવા નેતૃત્વ વિશે આંતરિક મતભેદ પણ જોવા મળી રહ્યો છે. એક તરફ જ્યાં પાર્ટીમાં એક જૂથ ઈચ્છે છે કે પાર્ટીની કમાન ગાંધી-નહેરુ પરિવારના હાથમાં હોય ત્યાં બીજુ જૂથ એવુ ઈચ્છે છે કે પાર્ટીને ગાંધી પરિવારથી અલગ નેતૃત્વ મળે. સૂત્રોની માનીએ તો રાહુલ ગાંધીએ પાર્ટીના મોટા પદ માટે પોતાની અનિચ્છા વ્યક્ત કરી છે. રાહુલ ગાંધી નથી ઈચ્છતા કે તે પાર્ટીના અધ્યક્ષ પદની કમાન સંભાળે.

હાલમાં બીજા નેતાને બનાવવામાં આવે કાર્યકારી અધ્યક્ષ
પાર્ટીના નેતા ઈચ્છે છે કે ડૉક્ટર મનમોહન સિંહ અને એકે એંટની જેવા મોટા અને અનુભવી નેતાને હાલમાં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવે. ત્યારબાદ જ્યારે એક વાર કોરોનાની મહામારી ખતમ થઈ જાય તો ત્યારબાદ પાર્ટીનુ સત્ર એક વાર ફરીથી બોલાવવામાં આવે અને રાહુલ ગાંધીને પાર્ટીની કમાન સોંપવામાં આવે. તમને જણાવી દઈએ કે આ પહેલા સોનિયા ગાંધીએ પોતાના નજીકના નેતાઓને ઈચ્છા વ્યક્ત કરી હતી કે તે કાર્યકારી અધ્યક્ષના પદેથી રાજીનામુ આપવા ઈચ્છે છે.

પ્રિયંકા ગાંધી પણ તૈયાર નથી

સૂત્રોએ એ વાતની પુષ્ટિ કરી છે કે સોનિયા ગાંધીએ પોતાના નજીકા નેતાઓને કહ્યુ છે કે કાર્યકારી અધ્યક્ષ તરીકે એક વર્ષનો તેમનો કાર્યકાળ ખતમ થઈ ચૂક્યો છે માટે તે ઈચ્છે છે કે પાર્ટીના નવા અધ્યક્ષ માટે ચૂંટણી કરવામાં આવે. રાહુલ ગાંધી પહલા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અધ્યક્ષ પદ માટે તૈયાર નથી. પ્રિયંકા ગાંધીને જ્યારે આ બાબતે એક ઈન્ટરવ્યુ દરમિયાન પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ કે તે પાર્ટીને મજબૂત કરવા અને એક વાર ફરીથી બેઠી કરવામાં પોતાનુ ધ્યાન કેન્દ્રીત કરવા માંગે છે.

ચૂંટણી પછી આપ્યુ હતુ રાજીનામુ

તમને જણાવી દઈએ કે 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ રાહુલ ગાંધીએ પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ હતુ. ત્યારબાદ સોનિયા ગાંધીને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. પરંતુ કાર્યકારી અધ્યક્ષનો કાર્યકાળ ખતમ થયા બાદ સોનિયા ગાંધીએ આ પદ પર ચાલુ રહેવા માટે પોતાની અનિચ્છા વ્યક્ત કરી છે. વળી પાર્ટીના મોટા નેતા ઈચ્છે છે કે રાહુલ ગાંધીને એક વાર ફરીથી પાર્ટીની કમાન સોંપવામાં આવે.

રાહુલ ગાંધીના સમર્થનમાં મોટા નેતા

રાહુલના સમર્થનમાં પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત, છત્તીસગઢાના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સહિત ઘણા યુવા નેતાઓ છે. આ લોકોનુ કહેવુ છે કે પાર્ટીના અધ્યક્ષ ગાંધી-નહેરુ પરિવારથી જ હોવા જોઈએ કારણકે તે પાર્ટીને એક રાખવામાં સક્ષમ છે. વળી, ગાંધી પરિવાર ઉપરાંત અન્ય વિકલ્પો વિશે પણ પાર્ટીની અંદર ચર્ચા ચાલી રહી છે.

Leave a Comment