શરીર માટે સફેદ ઝેર છે આ ખાંડ… માટે ખાંડની બદલે આ પાંચ વસ્તુનું સેવન કરવું

ખાંડ આપણા સ્વાસ્થ્યનો સૌથી મોટો દુશ્મન માનવામાં આવે છે. ખાંડ શેરડીના રસમાંથી બનાવવામાં આવે છે. પરંતુ તે પ્રક્રિયા બાદ જયારે ખાંડ બને છે ત્યારે તેમાં રહેલા દરેક ન્યુટીરસ નષ્ટ પામે છે તેમજ તેમાં અન્ય હાનિકારક કેમિકલ પણ ઉમેરવામાં આવે છે. પોષક તત્વની દ્રષ્ટીએ જોવામાં આવે તો ખાંડમાં મીઠાશ અને કેમિકલ સિવાય બીજું કંઈ જ નથી મળતું. ખાંડમાં ન્યુટ્રીશન, પ્રોટીન, વિટામીન અને  મિનરલ્સની માત્રા શૂન્ય હોય છે.

તમને જણાવી દઈએ કે ખાંડ પેટમાં ગયા બાદ બરાબર પચતી પણ નથી. અને પરિણામે વજન પણ વધે છે. વધારે ખાંડ ખાવાથી ત્વચામાં ઝડપથી કરચલીઓ પાડવા લાગે છે તેથી સમય પહેલા જ વૃધાવસ્થા આવી જાય છે. આપણા ચહેરા પર જે ખીલની સમસ્યા થાય છે તેનું એક કારણ ખાંડ પણ છે. આ ઉપરાંત ખાંડના કારણે દાંત સડવા લાગે છે તેમજ પીળા પડી જાય છે.

ખાંડના કારણે જમા થતી ચરબીના કારણે હૃદય સંબંધી બીમારી, હાઈ બ્લડ પ્રેશર, સાંધાનો દુઃખાવો, યુરિક એસીડ, ગઠીયા, કીડની અને કેન્સર જેવી અનેક બીમારીઓ થઇ શકે છે. ખાંડ એ આપણા સ્વાસ્થ્ય માટે ઝેર સમાન છે. તેનું સેવન ન કરીને આપણે અનેક સમસ્યાઓથી બચી શકીએ છીએ. મીઠો સ્વાદ લગભગ બધાને પસંદ હોય છે. તેથી તેના વગર કોઈને ચાલતું પણ નથી પરંતુ આજે અમે તમને અમુક એવી મીઠી વસ્તુ જણાવશું કે જેનો તમે ખાંડના બદલામાં ઉપયોગ કરી શકો છો.

  • નારિયેળમાંથી બનતી ખાંડ 

સામાન્ય ખાંડની જગ્યાએ તમે નારીયેળીમાંથી બનતી ખાંડનો ઉપયોગ કરી શકો છો. નારિયેળની ખાંડનો રંગ બ્રાઉન હોય છે. આ ખાંડ નારિયેળના વૃક્ષમાંથી નીકળતા મીઠા પાણીમાંથી બનાવવામાં આવે છે. આ પ્રક્રિયા ખાંડ બનાવવા માટેનો એક પ્રાકૃતિક સોર્સ છે. તેથી આ ખાંડમાં પોષક તત્વો સારી એવી માત્રામાં જોવા મળે છે. જો કે આ ખાંડનો પણ વધારે પડતો ઉપયોગ સ્વાસ્થ્યને નુકશાન કરે છે પરંતુ આપણે જે સામાન્ય ખાંડ વાપરીએ છીએ તેના કરતા આ ખાંડ સારો વિકલ્પ છે. તે ખાંડ કરતા આ ખાંડ ઓછી હાનિકારક હોય છે.

  • ગોળ 

ગોળ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. ગોળ કેલ્શિયમનો ભંડાર છે તેમજ સૌથી શુદ્ધ મીઠાશ જો કોઈ આપે છે તો તે ગોળ છે. પરંતુ ગોળની પસંદગી કરતી વખતે એક વાત ધ્યાનમાં રાખવી. ગોળ જેટલો કાળો હશે તેટલો જ તે વધારે શુદ્ધ હશે. દેખાવે લાલ અને ચમકદાર ગોળ ઉપયોગમાં ન લેવો કારણ કે તેને લાલ અને ચમકદાર બનાવવા માટે કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. માટે હંમેશા ઓછી ચમક વાળો અને કાળો ગોળ જ ખરીદવો.

  • ખાજુરમાંથી બનાવેલો ગોળ 

ખાજુરમાંથી બનાવેલો ગોળ પણ સ્વાસ્થ્ય માટે લાભદાયી રહે છે. કારણ કે ખજુરના ગોળને પણ પ્રાકૃતિક રીતે બનાવવામાં આવે છે. આ ઉપરાંત ખાજુરમાંથી ગોળ બનાવવામાં આવે છે ત્યારે તેમાં કોઈ જ કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ ગોળ ખાવામાં જેટલો સ્વાદિષ્ટ હોય છે તેટલો જ સ્વાસ્થ્યની દ્રષ્ટીએ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

  • દેશી ખાંડ

દેશી ખાંડ એટલે કે મિશ્રીનો ઉપયોગ પ્રાચીન સમયથી કરવામાં આવે છે. પરંતુ બજારમાં ખાંડ આવ્યા બાદ લોકો દેશી ખાંડને ભૂલી ચુક્યા છે. દેશી ખાંડ બનાવવા માટે સૌપ્રથમ શેરડીના રસને સતત ત્રણ દિવસ સુધી હલાવીને ગરમ કરવામાં આવે છે. ત્યાર બાદ તેને વોશિંગ મશીન જેવા મશીનમાં નાખવામાં આવે છે. તેમાં ઘુમાવ્યા બાદ તેને પાણી અને દુધની મદદથી સાફ કરવામાં આવે છે. તેથી તેનો રંગ સફેદ થઇ જાય છે. આ રીતે બનાવેલી દેશી ખાંડ આપણે જે ખાંડ આપીએ છીએ તેના જેટલી હાનિકારક નથી હોતી. 

મિત્રો હંમેશા જયારે તમે મિશ્રી ખરીદવા જાવ તો તમારે દોરામાં પરોવેલી મળતા ટુકડા વાળી દેશી ખાંડ ખરીદવાની છે. બજારમાં મળતી નાના નાના ચોરસ ટુકડા વાળી મિશ્રી ખરીદવી નહિ. કારણ કે તે મિશ્રી ખાંડ નું જ રૂપ છે. ખાંડને ગરમ કરીને જ તે મિશ્રી બનાવવામાં આવે છે. માટે હંમેશા દોરા વાળી મિશ્રી ખરીદવી.

  • કાચું મધ 

કાચું મધ પણ મીઠાશ લાવવા માટે એક સારી વસ્તુ છે. આ ઉપરાંત તે આપણા સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. પરંતુ બજારમાં મિલાવટી મધ મળે છે તે ન ખરીદવું. ઘણી મોટી કંપનીઓ મધને રીફાઇન્ડ કરીને વહેંચતી હોય છે. પરંતુ તે મધ તેટલું લાભદાયી નથી હોતું. માટે હંમેશા એવું મધ ખરીદવું જેમાં અન રીફાઇન્ડ કે રો હની લખેલું હોય.

Leave a Comment