ગરમ પાણી કરે છે ખૂબ નુકસાન, જાણો આ બીજી 9 ગંભીર ભૂલો જે તમે રોજેરોજ કરો છો.

શિયાળની સિઝન છે અને ઠંડીએ પણ માજા મૂકી છે, મિત્રો કડકડતી ઠંડી હોય તો નાહવા માટે તો ગરમ પાણી જ જોઈએ. પણ જો તમે નાહવામાં ગરમ પાણીનો વધુ પડતો ઉપયોગ કરતા હોવ તો પહેલા આ આર્ટીકલ જરૂર વાંચી લેજો. વધુ પડતા ગરમ પાણીનો ઉપયોગ કરવાથી તમને ગંભીર નુકશાન થઇ શકે છે.

1.વધુ પ્રમાણમાં અને લાંબા સમય સુધી ગરમ પાણીથી નાહવાથી તમારી સ્કીન કોરી પડે છે અને શરીર પર ખંજવાળ આવે છે. ઠંડીની ઋતુમાં મોટાભાગે લોકો ઉકળતા ગરમ પાણીથી નાહવાનું પસંદ કરતા હોય છે, પરંતુ આ અંગે જો નિષ્ણાંતોનું માનીએ તો વધુ પડતા ગરમ પાણીથી સ્નાન કરવાથી વ્યક્તિના મગજ અને શરીર પર માઠી અસર પડે છે. ગરમ પાણીથી આપણા શરીરમાં એક્ટોડર્મલ પેશીઓના સાત સ્તરો ઓછા થતાં જાય છે  જેના કારણે ચામડીને લગતી તકલીફો ઉભી થાય છે.

2.શિયાળાની ઠંડીમાં ઘણા લોકો ચા અને કોફીનું સેવન વધુ પ્રમાણમાં કરતા હોય છે. ઠંડીથી થોડી રાહત મળે તે માટે કેટલાક લોકો ચા અને કોફી વારંવાર પીતા હોય છે. જોકે ચા અને કોફી જેવા પીણાં તમારા શરીરને નુકશાન કરે છે તે ભૂલવું ના જોઈએ. બેથી ત્રણ વખત ચા-કોફી તમે પી શકો છો પણ તેનાથી વધુ પીવાથી તમારી બોડીમાં ગરમીનું પ્રમાણ વધે છે અને તમે ડીહાયડ્રેટના શિકાર બનો છો. જે તમારી પાચનશક્તિ પર તો અસર કરે છે, સાથે જ કિડનીમાં પણ નુકશાન પહોંચાડે છે.

3.ઉનાળાની સરખામણીએ કોઈપણ વ્યક્તિનો ખોરાક શિયાળામાં વધી જાય છે. જેથી લોકો દબાઈને અને મનફાવે તે ખાવાનું રાખતા હોય છે. જોકે દરેક વ્યક્તિએ સારી હેલ્થ માટે શરીરમાં વધુ  નુકશાન કરે તેવા પદાર્થો ખાવાનું ટાળીને જે ખોરાક વધુ પોષણ અને ઇમ્યુનિટી વધારે તેવો ખાવો જોઈએ. 

4.ઠંડીની સિઝનમાં દરેક વ્યક્તિ ગરમ કપડા પહેરે છે, પણ તમે જાણીને ચોંકી ઉઠશો કે વધુ ગરમ કપડા પહેરવાથી તમને નુકશાન પહોચે છે. વધુ પડતી હિટીંગ શરીરને નુકશાન પહોચાડે છે. ઠંડક મળવાની સાથે જ શરીરમાં નવા શ્વેતકણ ઉત્પન્ન થાય છે. જે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. જેના કારણે કોઇપણ બીમારી સામે આપણું શરીર લડવા માટે સક્ષમ રહે છે. એટલે જ વડીલો કહે છે કે, થોડી ઠંડી તો લેવી જ જોઈએ. 

5.નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર. જો તમે તમારી રાત્રે સુવાની ટેવમાં થોડો ઘણો ફેરફાર કરશો તો પણ તમને ફાયદો થશે. પણ ઘણા લોકોને રાત્રે મોજામાં ઊંઘ ન અવાનો પ્રોબલ્મ થતો હોય છે તો બ્લેંકેટ અથવા રજાઈ સારી રીતે ઓઢીને સૂવું જેથી શરીરનો કોઈ ભાગ બહાર ના રહી શકે. 

6.આજની ભાગદોડવાળી લાઈફમાં લોકો પોતાની હેલ્થ માટે સમય કાઢતા નથી, અને શિયાળામાં તો કાતિલ ઠંડીમાં ઘણાં લોકો મોડે સુધી સુવાનું રાખતા હોય છે, આમ કરવાના બદલે લોકોએ વહેલી સવારનો તડકો લેવો જોઈએ, સાથે જ કસરત કરીને પોતાના શરીરને ફીટ બનાવવું જોઈએ.

7.શિયાળો એક એવી ઋતુ છે જેમાં તમે તમારા શરીર માટે ઘણું બધું કરી શકો છો. વહેલી સવારે બગીચામાં ચાલો, જોગીંગ કરો અને હેલ્ધી ફૂડ ખાવો પછી જુઓ તમે કેવા સુસ્તમાંથી ચુસ્ત બનો છો. જેટલા તમે એક્ટીવ રહેશો એટલું તમારું શરીર કસાશે અને બીમારીઓ તમારાથી કોસો દુર ભાગશે.

8.આ સિઝનમાં અનેક પ્રકારના વાયરલ થવાના ચાન્સ રહેતા હોય છે, જેથી જાત ડોકટર બનવાના બદલે યોગ્ય તબીબી સલાહ મુજબ દવા લેવી જરૂરી છે. શિયાળાની સિઝનમાં તાવ, ખાંસી અને શરદી થવી સામાન્ય હોય છે, પરંતુ જો બેદરકારી રાખવામાં આવે તો ગંભીર બીમારી તમારા શરીરમાં ઘર કરે છે.

9.શિયાળાની સિઝનમાં વાતાવરણ ઠંડકભર્યું હોય છે જેના કારણે ઊંઘવાનું વધુ મન થતું હોય છે, એમાંય આ ઋતુમાં દિવસ નાના અને રાત લાંબી હોવાથી દૈનિક કાર્યો ખોરવાય છે. જેથી તમારી બોડીમાં મેટાલોનીન હોર્મોન્સ વધુ પ્રમાણમાં બને છે. પણ તમારે તમારા આરોગ્યનું ધ્યાન રાખતા રૂટીન સાચવવાનું છે અને પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવાની છે. બસ આટલું ધ્યાન રાખશો તો તમે આ સીઝનનો ભરપુર લાભ ઉઠાવી શકશો.

આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ. 

Leave a Comment