લીંબુ ના ફાયદા -જે તમને નથી ખબર

તમે જોયું હશે કે ઘણા લોકોના દાંત પીળા અથવા પીળાશ પડતાં દેખાતા હશે અથવા તમારા દાંત પણ પીળા પડવા લાગ્યા હશે તેનો સાદો અને સારો ઈલાજ છે કે લીંબુની છાલને દાંત પર 5 થી 7 મિનિટ ઘસવી આ કામ રોજે કરવું જેનાથી પીળાશ પડતાં દાંત સફેદ અને ચમકીલા બનશે.

ઘણા લોકોને ગરદન અને કોણી કાળી પડી ગઈ હશે અથવા ઘણા લોકો તેને છુપાવતા હશે આ ઉપાય કરો જેનાથી તે છુપાવવી નહીં પડે અને ગરદન અને કોણી ચમકીલિ બનશે એક બટાટાના રસમાં 2 ચમચી લીંબુનો રસ મિક્સ કરો અને તેને ગરદન અને કોણી પર લગાવી દો અને 10 મિનિટ પછી સારી રીતે તેને સાફ કરવી અથવા ન્હાવા સમયે આ કાર્ય કરવું જેનાથી તે સરખી સાફ થઈ શકે. 

ઘણા લોકોની ઓઇલી સ્કિનના કારણે ચહેરા પર પિંપર અને દાગ ધબા થઈ જતાં હોય છે અને તે દાગ ધબા રહી જાય છે અને તેને કાઢવા માટે સિમ્પલ સોલ્યુશન છે લીંબુનો રસ લીંબુની અંદર રહેલું સાઈટ્રિક એસિડ ચહેરા પર જામેલા ઓઇલના અણુઓને દૂર કરે છે. ખૂબ ઓઇલી સ્કીન રહેતી હોય તેને લીંબુના અર્ધા ભાગને એક ગ્લાસ દૂધમાં પલાળીને ચહેરા પર સારી રીતે રગડો થોડા સમય પછી તેને ઠંડા પાણીથી સારી રીતે સાફ કરી લો જેનાથી ચહેરો મુલાયમ અને સ્કીન પર રહેલું ઓઇલ નીકળી જશે. 

લીંબુના રસને પાણીમાં મિક્સ કરી એક કોટનના કપડાં વડે ચહેરા પર લગાવો થોડી વાર રહેવા દો અને તે સુકાઈ જાય પછી ચહેરાને સારા પાણીથી સાફ કરી લેવું નવી તાજગી અને સ્કીન પણ ખીલી ઉઠશે. લીંબુમાં વિટામિન સી વધારે માત્રમાં હોય છે આપણાં શરીરમાં વિટામિન સી ની ઊપણથી ચામડીના ઘણા રોગો થાય છે તે માટે લીંબુનું સેવન કરવું જરૂરી છે. 

લીંબુનો ઉપયોગતો દરેક ઘરમાં થતો હોય છે. અને તે ગમે તે ઘરમાં સરળતાથી મળી શકે છે. અને લીંબુ તમને ગમે ત્યારે મળી પણ જશે શિયાળો હોય કે ઉનાળો હોય લીંબુ 12 મહિના મળી જાય છે.લીંબુનો ઉપયોગ લોકો ઉનાળામાં પાણીમાં મિક્સ કરીને કરતાં હોય છે

Leave a Comment