શિયાળામાં ખજૂરનું સેવન છે શરીર માટે અનોખી ઔષધિ, જાણો કેટલા અને કેવા ફાયદા કરે છે ખજુર.

અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે અને ઘણી ઠંડી પણ અનુભવો છો શિયાળામાં સ્વાસ્થનું ધ્યાન રાખવું પણ ખુબજ જરૂરી છે. આપણને શિયાળામાં ગરમ વસ્તુ ખાવાની મજા આવતી હોય છે પણ હું આજે જે ગરમ વસ્તુની વાત કરું છું તેનો ઉપયોગ કરવાથી શરીરમાં તે ગરમી પેદા કરે છે આયુર્વેદ પ્રમાણે ખજૂર એક ગરમ વસ્તુ છે તેના સેવનથી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે જે શિયાળાના મોસમમાં ઘણી જરૂરી છે.

ખજૂર એક એવી વસ્તુ છે જેનાથી શરીરમાં ઘણા ફાયદાઓ થાય છે માથાથી લઈને પગ સુધી ખજૂર એક ઔષધિ ગણવામાં આવે છે તેના સેવનથી દુખાવો, લોહીની ઉણપ, હ્રદય, હાડકાં અને શરીરના બીજા ઘણા રોગોમાં ફાયદાકારક સાબિત થાય છે. આપણે આજે જાણીશું કે, ખજૂર કેવા અને કેવીરીતે સેવન કરવાથી શરીરને ફાયદાઓ કરે છે. છેલ્લે સુધી આર્ટીકલ વાંચજો જેથી આપ જાણી શકો કે, ખજુર આપના શરીરમાં કેટલા રોગો દુર કરી શકે છે. 

  • આયર્નની ઉણપ મટાડે છે ખજુર

આપણાં શરીરમાં આયરનની માત્રા નોર્મલ રહે તે માટે આપણે શરીરનું ખુબજ ધ્યાન રાખવું જરૂરી છે. આપણે જાણતા નથી કે આયર્નની કમિથી શરીર જલ્દીથી થાક અનુભવે છે. તેમજ આયર્નની કમીથી બીજા પણ ઘણા રોગ થાય છે. તેની માટે આપણે ખજૂરનું સેવન કરવાથી આયર્નની કમીમાં ઘટાડો થાય છે અને થકાન લાગતી નથી અને લોહી પણ શુદ્ધ કરે છે. રોજે 3 થી 4 ખજુર ચાવીને ખાઈને તેની ઉપર અર્ધો ગ્લાસ દૂધ પીવાથી આયરનની ઉણપ જલ્દીથી મટાડે છે. 

  • હાડકાંના દુખાવા માટે

ખજૂરમાં કેલ્શિયમની માત્રા રહેલી હોય છે જેનાથી હાડકાની સમસ્યા હોય છે તે મટાડે છે કોઈ પણ જગ્યાએ હાડકાનો દુખાવો થતો હોય છે તેને આસાનીથી મટાડી શકે છે અને તેની અંદર બીજા પણ ઘણા તત્વો છે જેનાથી હાડકાને મજબૂત બનાવે છે. રોજે 5 થી વધારે પેશીનું સેવન કરવું તેનાથી હાડકાં મજબૂત બની રહે છે. 

  • શરીર માટે ગ્લુકોજનું કામ કરે છે ખજુર

આપણાં શરીર માટે એનર્જી ગ્લુકોજથી મળી રહે છે. પણ રોજે આપણે ગ્લુકોજના પેકેટ અથવા ઈંજેક્ષ્નના લઈ શકીએ પણ તેની માટે આપણે ખજૂરનું સેવન કરવું જોઈએ કેમકે, ખજૂરની અંદર ગ્લુકોજ અપૂર માત્રામાં મળી આવે છે જે શરીરમાં ગ્લુકોજનું કામ કરે છે અને શરીરમાં એનર્જીનો સંચાર કરે છે. શરીરમાં કમજોરી લાગે ત્યારે 4 કે 5 પેશી ખજૂરનું સેવન કરવાથી ઘણી રાહત મળી રહે છે.  

  • પેટની સમસ્યા

જો પેટને લગતિ કોઈ પણ સમસ્યા હોય છે જેનાથી વારંવાર તમને પરેશાની થતી હોય છે તેની માટે આપણું પાચનતંત્ર જવાબદાર હોય છે કેમકે, આપણે જે પણ ખાઈએ તે પચતું નથી ત્યારે પેટમાં ઘણી અલગ અલગ બીમારીઓ થવાનું ચાલુ થાય છે જેમકે, કબજિયાત, ગેસ, પેટમાં બળતરા આ બીમારીને આસાનીથી મટાડવા રોજે જમ્યા પછી રાત્રે 2 કે 3 પેશી ખજૂર ખાઈ તેની ઉપર એક ગ્લાસ હુફાળું ગરમ દૂધ પીવાથી પાચનતંત્ર મજબૂત બને છે અને પેટની સમસ્યા જલ્દીથી દૂર થાય છે. 

  • દાંત માટે

આજકાલ આપણે જાણીએ છીએકે, નવી નવી ટૂથપેસ્ટ આવે છે અને તેનાથી દાંતની તકલીફ નહીં થાય તેવું તે જણાવતા હોય છે પણ સાચું તો એ છે કે, દાંતની સમસ્યા જેમને હોય છે તે આ ટૂથપેસ્ટથી કઈ ફરક નથી પડતો અને કેલ્શિયમના ઘટવાને કારણે દાંતની સમસ્યા ઊભી થાય છે. તેની માટે એક બેસ્ટ ઉપાય છે ખજૂર અને દૂધનું સેવન સાથે કરવાથી દાંતને લગતી બધીજ સમસ્યા જલ્દીથી દૂર થાય છે. 

ઉપર જણાવેલ ઉપાય આયુર્વેદની મદદથી કહેલો છે, તે ઘણા લોકોની અલગ અલગ તાસીર પર પણ આધાર રાખે છે. આવા જ બીજા ઉપાય જાણવા માટે નીચે આપેલુ બ્લુ કલરનું લાઈકનું બટન દબાવી દો, જેથી આવા બીજા આયુર્વેદિક હેલ્પફુલ આર્ટીકલ આપને મળી શકે. (નીચેનું Like નું બ્લુ બટન દબાવો)

Leave a Comment