આ વૃક્ષની ખાસિયત છે, શરીરના અલગ અલગ રોગોમાં રહે છે કારગર

તમે ક્યારે તેવા વૃક્ષ વિષે સંભાળ્યું છે જે ઉપરથી લઈને નીચે સુધી ઔષધિ તરીકે ઉપયોગ કરવામાં આવે છે હા આજે જે વૃક્ષ વિષે અમે જણાવી છીએ તે પૂરે પૂરું ઔષધિ તરીકે વાપરવામાં આવે છે અને તમે આ વૃક્ષ વિષે સંભાળ્યું હશે પણ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે અમે આજે આ આર્ટિકલમાં જણાવીશું તે વૃક્ષ ક્યૂ છે અને તેનો ફાયદો કેટલા રોગોમાં થાય છે તેના વિષે જણાવીશું આ વૃક્ષની ખાસિયત સાંભળીને અમુક લોકો નહીં માને પણ આપણાં આયુર્વેદમાં પણ આ વૃક્ષ વિષે ઘણું લખેલું છે. આ વૃક્ષનો ઉપયોગ તમે જાતે ઘરે કરી શકો છો તેવી આસન ભાષામાં આ આર્ટીકલમાં જણાવીશું.

આજે આપણે જે વૃક્ષ વિષે વાત કરવાના છીએ તેનું નામ અર્જુન વૃક્ષ છે આ વૃક્ષ હિમાલયની ઘાટીઓમાં વધારે માત્રમાં જોવા મળે છે, તે પછી આ વૃક્ષ બિહાર અને મધ્યપ્રદેશમાં પણ વધારે જોવા મળે છે. અર્જુન વૃક્ષ ઘણા રોગોમાં કારગર સાબિત થાય છે. આ વૃક્ષની ઔષધિ શરીરની મોટી મોટી બીમારીઓમાં પણ ફાયદાકારકા રહે છે જેમ કે, હ્રદયની બીમારી જે આપણાં શરીરની સૌથી મોટી બીમારી ગણાય છે તેનો ઈલાજ પણ અર્જુન વૃક્ષથી કરવામાં આવે છે. ચાલો જાણીએ વિગત વાર

કોલેસ્ટ્રોલ 

કોલેસ્ટ્રોલ જે માણસના શરીરમાં થોડી માત્રામાં જોવા મળી આવે છે પણ અમુક લોકોના શરીરમાં વધારે માત્રામાં આ કોલેસ્ટ્રોલ રહેલું હોય છે જેના કારણે તેને હાર્ટઅટેક આવાની સંભાવના વધારે જોવા મળે છે. આ કારણના લીધે માણસ અત્યારે ડરીને જીવન જીવી રહ્યો છે. અત્યારના સમય પ્રમાણે બહારનું એવું એવું ભોજન છે જેમાં વધારે ઓઇલ હોય છે વધારે કેલેરી હોય છે જેના કારણે માણસને શરીરમાં કોલેસ્ટ્રોલ વધવામાં સમય નથી લાગતો અને હ્રદયની સમસ્યા જલ્દીથી ઊભી કરે છે.

આ રોગમાં અર્જુન વૃક્ષની છાલનો ઉપયોગ કરવો અત્યંત ફાયદાકારક છે જેના કારણે હ્રદય રોગમાં રાહત મળે છે અર્જુન વૃક્ષની છાલ લઈ તેને પાણીમાં ગરમ કરી તેનો ઉકાળો કરી પીવાથી હ્રદય સબંધિત સમસ્યામાં રાહત મળે છે અને હાર્ટઅટેક આવવાની સંભાવના ઓછી થાય છે.

શ્વાસની સમસ્યા 

અર્જુન વુક્ષના ઉકાળો કરી પીવાથી શરીરમાથી કોલોસ્ટ્રોલ ઓછું થાય છે જેથી હ્રદયમાં જતું લોહી અને ત્યાં કામ કરતી નસો સરખી કામ કરે છે જેનાથી હ્રદયમાં લોહી પહોચાડતી નસો બહાર આવીને કામ કરે છે જેનાથી શ્વાસ સબંધિત બીમારીઓ દૂર રહે છે અને શ્વાસ લેવામાં કોઈ તકલીફ થતી નથી.

વધતાં વજનની સમસ્યા

અર્જુન વૃક્ષની છાલનો ઉપયોગ વધતો વજન પણ કંટ્રોલમાં રહે છે તેનું કારણે છે કે નિયમિત અર્જુન વૃક્ષની છાલને પાણીમાં ગરમ કરી તેનું સેવન કરવાથી પાચન શક્તિ મજબૂત રહે છે તે કારણે વજધો વજન આપમેળે કંટ્રોલમાં રહે છે અને આ કાર્ય સતત 2 મહિના કરવામાં આવે તો તમને તેનું રિજલ્ટ જોવા મળશે કે, કેટલું ફાયદાકારક હોય છે અર્જુન વૃક્ષનું સેવન કરવું.

મોઢાની સમસ્યા

મોઢાની અંદર પણ ઘણી સમસ્યાઓ છે જે લોકોને હેરાન કરતી હોય છે કોઈ લોકોનું મોઢું આવી ગયું હોય કે મોઢાની અંદર ચાંદા પડ્યા હોય તેવા લોકો માટે આ ઉપાય કારગર રહેશે અર્જુનના વૃક્ષની છાલને પાણીમાં ઉકાળી તેનું સેવન કરવાથી મુખમાં રાહત મળે છે અને અર્જુનના વૃક્ષની છાલને નારિયલના તેલની અંદર થોડી ગરમ કરી ચાંદા ઉપર મૂકવાથી તરત રાહત મળે છે.

ડાયાબિટીસની સમસ્યા 

આજ કાલ ડાયાબિટીસ બધા લોકોની સમસ્યા બની ગઈ છે જેના કારણે લોકોને ઘણી તકલીફ થાય છે તે માટે એક ઘરેલુ ઉપાય છે જે મામૂલી ડાયાબિટીસ વાળા લોકોને આસાનીથી રાહત આપવી શકે છે અને જેમને સ્ટેજ 2 ડાયાબિટીસ વાળાને પણ રાહત આપવી શકે છે.  અર્જુન વૃક્ષની છાલનું ચૂર્ણ અને જાંબુડાના બીજનું ચૂર્ણ બંને સરખા પ્રમાણમા મિશ્રણ કરો પછી તે ચૂર્ણ રાત્રિના સમયે સૂતા પહેલા નાની ચમચી અથવા અર્ધી ચમચી એક ગ્લાસ ગરમ પાણીમાં મિશ્રણ કરો આ કાર્ય 2 અઠવાડીયા સુધી કરવું તેનાથી તમને ફરક દેખાશે.

Leave a Comment