લીમડાના અદ્ભુત દાયદા – જે જાણીને તમે પણ ચોંકી જશો.

લીમડાના પાનને પાણીમાં ઉકાળો અને તે પાણીથી મોઢું સાફ કરવાથી સ્કીન પર થતાં ઘણા રોગો મટાડી શકાય છે સ્કીન પર મોટા ભાગે ખીલની સમસ્યા હોય છે તેની માટે રામબાણ ઈલાજ છે લીમડો લીમડાના પાનને ઉકાળી તેનાથી મોઢું સારી રીતે સાફ કરવાથી ખીલની સમસ્યામાં રાહત મળે છે લીમડાની અંદર એનીબેક્ટિરિયલ તત્વ રહેલું હોય છે જેનાથી સ્કીન પર થતાં ખીલ અથવા ઓઇલી રહેતી સ્કીન સારી અને મુલાયમ બને છે. આ સિવાય લીમડાના પાનનો રસ સ્કિનનો રંગ નિખારવામાં ખુબજ ફાયદાકારક છે.

ઘણા લોકોને કાનનો દુખાવો થતો હોય છે અને અત્યારે દાંતનો દુખાવો સમાન્ય થઈ ગયો છે નાની ઉમરના લોકોને પણ દાંતની સમસ્યા વધારે થતી જાય છે તેની માટે બેસ્ટ ઈલાજ ઘરેજ મળી શકે છે. લીમડાનું તેલ કાનમાં નાખવાથી કાનમાં થતો દુખાવો મટાડે છે અને આરામ આપે છે. લીમડાનું દાતણ કરવાથી દાંત મજબૂત બને છે અને દાંતનો દુખાવો થતો હોય તે મટાડે છે. આ સિવાય પેઢા પણ મજબૂત બનાવે છે અને દાંતને લગતી કોઈ પણ બીમારીમાં લીમડાનું દાતણ રામબાણ ઈલાજ મમાનવમાં આવે છે અને વર્ષોથી બનતી ટૂથપેસ્ટમાં લીમડાનો ઉપયોગ કરવામાં આવે છે 

કમળા માટે લીમડો ઘણો ફાયદાકારક સાબિત થાય છે. આયુર્વેદમાં કમળા માટે લીમડો સર્વશ્રેષ્ટ માનવમાં આવે છે કમળાના રોગમાં લીમડાના પાનનો રસ સુઠના પાવડરમાં મિક્સ કરી પીવાથી કમળામાં ફાયદો થાય છે તથા બીજો ઉપાય છે કે, લીમડાના પાનનો રસ મધમાં મિક્સ કરી પીવાથી ઘણી રાહત કરે છે. આ રસ કાનમાં નાખવાથી કાનના વિકારો પણ દૂર થાય છે. 

 

અત્યારે આ જડપી યુગમાં મહિલાઓને વાળ ખરવાની સમસ્યા વધારે થાય છે અને તેનું મુખ્ય કારણ અત્યાનું ખાન-પાન અને નવી નવી કંપનીઓના શેમ્પૂ તે શેમ્પુમાં ઘણા એવા કેમિકલ હોય છે જેનાથી વાળ ખારવા લાગે છે અથવા વાળને લગતી સમસ્યાઑ ઊભી થાય છે પછી તે સમસ્યાને કાઢવા બીજી કંપનીનું શેમ્પૂ વાપરે છે પણ તેનાથી કોઈ ફરક પડતો નથી તો ચાલો જાણીએ સૌથી બેસ્ટ ઉપાય જેનાથી વાળને ખરતા અને વાળને મજબૂત બનાવી શકાય છે. 

જો વાળ ખરતા હોય તો લીમડાના પાનનો પેસ્ટ બનાવી લગાવો જોઈએ જેનાથી વાળને પોષણ મળે છે અને વાળ ખરતા અટકે છે તેમજ આ પેસ્ટ બનાવી લાગવાથી માથામાં થતી જુ અટકે છે લીમડાના જીવાણુનાશક ગુણધર્મ જુ નો નાશ કરે છે. લીમડાના પાનને ગરમ કરી તેનાથી ન્હવાથી ઘણા ફાયદા થાય છે તે સિવાય લીમડાના પાનના સેવનથી શરીરની ગંદકી નીકળે છે. લીમડાના પાન ચાવવાથી લોહીમાં રહેલા ઘણા હાનિકારક તત્વોનો નાશ થાય છે અને લોહીને શુદ્ઘ કરે છે.

Leave a Comment