તારક મહેતા માં હવે દેખાશે નવી ‘અંજલિ ભાભી’, હોટ ફોટો થયા વાઇરલ,કોણ બનશે નવી અંજલિ ભાભી?

તારક મહેતા માં હવે દેખાશે નવી ‘અંજલિ ભાભી’, હોટ ફોટો થયા વાઇરલ,કોણ બનશે નવી અંજલિ ભાભી?

ખૂબ જ લોકપ્રિય ટીવી સિરિયલ તારક મેહતા કા ઉલટા ચશ્મા શો ના ચાહકો માટે એક ખરાબ સમાચાર આવ્યા છે.તારક મહેતા શો માં છેલ્લા 12 વર્ષ થી અંજલિ ભાભી નું પાત્ર ભજવતા નેહા મેહતા એ શો ને અલવિદા કહી દીધું છે.હવે નેહા મહેતા ની જગ્યા એ અંજલિ ભાભી નું પાત્ર સુનૈના ફોજદાર ભજવશે.

ત્યારે હવે અંજલિ ભાભી નું પાત્ર ભજવનાર સુનૈના ફોજદાર ના કેટલાય ફોટોઝ સોસીયલ મીડિયા પર ખુબજ વાઇરલ થઈ રહ્યા છે.

છેલ્લા 12 વર્ષ થી દર્શકો તારક મહેતા શો માં અંજલિ ભાભી તરીકે નેહા મહેતા ને જોતા આવ્યા છે.પરંતુ અચાનક અભિનેત્રી નેહા શો ને અલવિદા કહી દેતા ચાહકો માં શો પ્રત્યે નારાજગી દેખાઈ રહી છે અને ચાહકો નારાજગી દર્શાવતી કોમેન્ટ પણ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે,કોરોના ના લોકડાઉન બાદ તારક મહેતા શો ના કેટલાક એકટર શો છોડી રહ્યા છે તેવા સમાચાર સામે આવ્યા હતાં.તેમજ રોશન સિંહ સોઢી નો રોલ નિભાનાર અભિનેતા એ પણ શો છોડી દીધો છે.હવે નેહા મહેતા એ આ શો છોડી દીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *