26 ઓગસ્ટ પાટીદાર શહીદ દિવસ:પાટીદારો આ દિવસે પોતાના ઘરે….

પાટીદાર અનામત આંદોલનમાં શહીદ થયેલા પાટીદાર યુવાનોને શ્રદ્ધાંજલિ આપીયે. ૨૬ ઓગસ્ટ ના રોજ સાંજે ૬:૩૦ કલાકે પોતાના ઘરે એક દીવો શહીદ યુવાનો માટે કરીએ.

સૌથી વધુ ચર્ચિત બનેલું પાટીદાર અનામત આંદોલન 2015 માં શરૂ થયું હતું અને આ આંદોલન માં ઓગસ્ટ મહિના માં ક્રાંતિ ની શરૂઆત થઈ હતી.પાટીદાર અનામત આંદોલન નો મુખ્ય ચેહરો હાર્દિક પટેલ હતો.25 ઓગસ્ટ અને 26 ઓગસ્ટ પાટીદાર સમાજ ક્યારેય નહીં ભૂલે.25 ઓગસ્ટ 2015 ના રોજ અમદાવાદ ખાતે જીએમડીસી ગ્રાઉન્ડ માં લગભગ 25 લાખ જેટલા પાટીદારો ઉમટી પડ્યા હતા અને ક્રાંતિ રેલી અને ક્રાંતિ સભા યોજાયી હતી જેના પડઘા સમગ્ર દેશ માં પડ્યા હતા.25 ઓગસ્ટ ના રોજ પાટીદાર સમાજ લેઉવા કડવા એક થઈ ને પાટીદારો બન્યા હતા અને પાટીદાર સમાજ નો જન સેલાબ અમદાવાદ માં જોવા મળ્યો હતો.

25 ઓગસ્ટ હાર્દિક પટેલ અને પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ક્રાંતિ દિન તરીકે મનાવવા ની જાહેરાત કરાઈ હતી.ત્યાર બાદ દર વર્ષે 25 ઓગસ્ટ ના રોજ પાટીદાર ક્રાંતિ દિન તરીકે પાટીદારો મનાવી રહ્યા છે.

26 ઓગસ્ટ એ પાટીદાર સમાજ પાટીદાર શહીદ દિવસ તરીકે મનાવે છે.દર વર્ષે પાટીદાર શહીદ દિન નિમિત્તે પાટીદાર શહીદો માટે કાર્યક્રમ પણ કરવામાં આવે છે.તેમજ આ દિવસે પાટીદારો પોતાના ઘરે દીવો કરીને શહીદ પાટીદારો ને શ્રધ્ધાંજલી આપે છે.

ત્યારે આ વર્ષે તો કોરોના ની મહામારી હોવાના કારણે પાટીદાર ક્રાંતિ દિન નિમિત્તે કોઈ જાહેર સભા કે કાર્યક્રમ નું આયોજન ની તૈયારી નજરે પડેલ નથી.પરંતુ પાટીદાર શહીદ દિવસ 26 ઓગસ્ટ ના રોજ પાટીદાર સમાજ દર વર્ષ ની જેમ શહિદ પાટીદાર યુવાનો ને સાંજે સાડા 6 કલાકે પોતાના ઘરે એક દીવો કરી ને શ્રદ્ધાંજલિ આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *