તમારા ફેસબુક એકાઉન્ટની કિંમત છે આટલા રૂપિયા….તમારા એકાઉન્ટ દ્વારા વર્ષે ફેસબુક…..

તમારા ફેસબુક એકાઉન્ટની કિંમત છે આટલા રૂપિયા….તમારા એકાઉન્ટ દ્વારા વર્ષે ફેસબુક…..

ફેસબુકની કમાણી દર વર્ષે અબજો રૂપિયામાં થઈ રહી છે. ફેસબુક બે રીતે પોતાની કમાણી કરે છે. પ્રથમ ફેસબુક પર એડ અને કંન્ટેટ પ્રમોશન દ્વારા અને બીજુ તમારા ડેટા દ્વારા. ડેટાના હિસાબે એક અમેરિકી ફેસબુક યુઝરની ફેસબુક પ્રોફાઈલની કિંમત ભારતીય રૂપિયામાં 10,000થી ઉપરની કિંમતમાં થાય છે. ત્યારે હવે એ જાણવું સૌથી વધારે મહત્વનું છે કે, ભારતીય યુઝર્સની પ્રોફાઈલ કેટલાની છે.

ફેસબુકની લોકપ્રિયતા ઘટી પણ બિઝનેસ પર કોઈ અસર નથી પડી
વર્ષ 2018 અને 2019માં ફેસબુર ડેટા પ્રાઈવસીના તમામ વિવાદોથી ઘેરાયેલું રહ્યું છે. તેમ છતાં પણ તેને 2019ના અંતિમ પડાવમાં 6.88 બિલિયન ડૉલરની કમાણી કરી હતી. જેને કારણે તેનો કુલ નફો 30 ટકાથી વધીને 16.64 બિલિયન ડૉલર થયો છે. દરરોજ ફેસબુક વાપરતા લોકો અને મહિનાના હિસાબે ફેસબુક વાપરતા યુઝર્સ બંનેમાં લગભગ 9 ટકાનો વધારો થયો છે. હવે દરરોજ બે કરોડ યુઝર્સ ફેસબુકમાં પર એક્ટિવ રહે છે.

ફેસબુક પર તમે એક ડિઝિટલ પ્રોડક્ટ બની ચૂક્યા છો
ઈન્ટરનેટનું ગણિત જે જાણે છે, કે ફેસબુક અને તેના જેવી ફ્રિ વેબસાઈટ આપણા ડેટાના માધ્યમથી પૈસા કમાય છે. આપણને વેબસાઈટ તો ફ્રિમાં વાપરવા મળે છે.પણ તે આપણો બધો ડેટા એકઠો કરે છે. બાદમાં આ ડેટા મારફતે આપણા માટે બનેલી એડ બતાવીને પૈસા કમાય છે.

જો કે, આ સાંભળતા જ તમારા મનમાં એક સવાલ ઉભો થશે કે, જો ફેસબુક આપણા ડેટા એટલે કે, આપણી ડિઝિટલ ઈમેજથી પૈસા કમાય છે તો, તેની મૂળ કિંમત કેટલી હશે ? સીધી રીતે કહીએ તો, કેટલા રૂપિયાનું છે આપણુ ફેસબુક અકાઉન્ટ. મારા ફેસબુક અકાઉન્ટ ડેટાની આખી ફાઈલ 940 એમબીની છે, હું છેલ્લા 10 વર્ષથી ફેસબુક પર છું. આ ફાઈલમાં તે તમામ ડેટા છે, મારી પોસ્ટ છે, તસ્વીર છે અને મિત્રો સાથે કરેલી ચેટ છે. ઉપરાંત એ ઈવેન્ટ પણ જેમાં તમે જોડાયા હોવ.

એ પણ હોય છે કે, ક્યારે લગ્ન કર્યા, ક્યારે કોલેજ ગયા, કેટલા દિવસ કોઈની સાથે રિલેશનશિપમાં રહ્યા. ત્યાં સુધી કે, ફેસબુક પાસે એ ડેટા પણ છે કે, તમે ક્યારે કઈ લિંક પર ક્લિક કર્યું હતું. આ તમામનો હિસાબ ફેસબુક પાસે છે. આ તમામ ડેટાને એનલાઈઝ કરી ફેસબુકે આપણા વિશે અમુક પ્રકારના અનુમાન બનાવી રાખ્યા છે.

અમેરિકી યુઝર્સના ડેટા સરેરાશ ફેસબુક યુઝર્સ કરતા પાંચ ગણુ મોંઘા છે.

ફેસબુક તમારી પસંદ અને નાપસંદના ડેટાની તમારી પોસ્ટ કરવામાં આવેલી ગતિવિધિઓને એનલાઈઝ કરી દરેક યુઝર્સનો એક ડેટા તૈયાર કરે છે. જેને સીધો એડવરટાઈજર્સને વેચે છે. અમેરિકી લોકોની ફેસબુક પ્રોફાઈલ, સામાન્ય ફેસબુક પ્રોફાઈલની સરખામણીએ પાંચ ગણુ વધારે મોંઘી છે.

દરેક યુઝર્સ મારફતે કેટલા રૂપિયા કમાય છે ફેસબુક
પહેલા ફેસબુકની કુલ કમાણીની વાત કરીએ તો, 30 સપ્ટેમ્બર 2018 સુધી વિતેલા એક વર્ષમાં ફેસબુકની કમાણી લગભગ 52 બિલિયન ડૉલર છે. જે વર્ષના અંતે લગભગ 55 બિલિયન ડૉલર સુધી પહોંચી ગઈ છે.

શું છે ભારતીય યુઝર્સની પ્રોફાઈલની કિંમત
એક વર્ષ પહેલાના રેટનો હિસાબ લગાવીએ તો એક અમેરિકીનો વાર્ષિક ડેટા સરેરાશ 200 ડૉલર એટલે કે લગભગ 14 હજાર રૂપિયા થાય છે. જ્યારે સરેરાશ ફેસબુક યુઝર્સ કે જેમાં ભારતીયો પણ સામેલ છે, તેમ ભારતીય યુઝર્સની પ્રોફાઈલ લગભગ 2800 રૂપિયા છે. એટલે સરેરાશ દરેક ભારતીયની ફેસબુક પ્રોફાઈલની કિમત 2800 રૂપિયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *