ખજાનો કાઢવા નવાબના ખાનદાને સ્ટ્રોંગ રૂમ તો ખોલી નાખ્યો પણ અંદર જોઈને એમની આંખો પહોળી થઇ ગઇ.

ખજાનો કાઢવા નવાબના ખાનદાને સ્ટ્રોંગ રૂમ તો ખોલી નાખ્યો પણ અંદર જોઈને એમની આંખો પહોળી થઇ ગઇ.

રામપુરના છેલ્લા નવાબની સંપત્તિ પર તેમના 16 વારસદારો મિટ માંડીને બેઠા હતા. આ સંપત્તિની વહેંચણી માટે નવાબનો સ્ટ્રોંગ રૂમ ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેમાં તે સમયના નવાબના શાહી ખજાનો હોવાના દાવાઓ કરવામાં આવતા હતા.શનિવારના રોજ જ્યારે આ સ્ટ્રોંગરૂમને ખોલવામાં આવ્યો ત્યારે સૌ કોઈની આંખો પહોંળી થઈ ગઈ હતી. સ્ટ્રોંગ રૂમાં ખોદ્યો ડુંગરને નિકળ્યો ઉંદર જેવી સ્થિતી થઈ હતી, જેમાં કશું જ નહોતું, આ સ્ટ્રોગ રૂમ એકદમ ખાલી હતો.

છેલ્લા નવાબના 16 વારસદારોની હક

રામપુરની રિયાસતના છેલ્લા નવાબ રજા અલી ખાનની સંપત્તિની વહેંચણીની પ્રક્રિયા હાલ ચાલી હી છે. જેને લઈ તેમના ખાનદાનના વારસદારો વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી. હકીકતમાં જોઈએ તો, રામપુરની રિયાસતના છેલ્લા નવાબ રજા અલી ખાનની સ્થાવર અને જંગમ મિલકતની વહેંચણી મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના હિસાબે તમામ વારસદારોમાં વહેંચણી કરવામાં આવશે. જેને લઈ નવાબની સંપત્તિનું વેલ્યૂએશન કરવામાં આવશે અને આ વહેંચણી તેમના 16 વારસદારો વચ્ચે કરવામાં આવશે.

નવાબની સંપત્તિમાં કરોડોનો ખજાનો, પણ…

આમ જોવા જઈએ તો, નવાબની તમામ સંપત્તિની કોરોડ રૂપિયામાં હિસાબ લગાવવામાં આવી રહ્યો છે, જેમાંથી એક આ સ્ટ્રોગરૂમ પણ સામેલ હતો. એવું અનુમાન પણ લગાવવામાં આવતું હતું કે, આ સ્ટ્રોંગરૂમાં બેજકિંમતી ખજાનો હશે, જેના કારણે તેની આટલી સુરક્ષા રાખવામાં આવી હતી.

વિતેલા થોડા દિવસમાં જોઈએ તો, આ સ્ટ્રોંગરૂમને ખોલવાના પ્રયાસ થઈ રહ્યા હતા, આ સ્ટ્રોંગરૂમને ખોલવા માટે ઘણી મહેનત કરવામાં આવી હતી. લંડનની કંપનીએ દાવો કર્યો હતો કે, કોઈ પણ પ્રકારની ચાવી તો શું બોંબ બ્લાસ્ટથી પણ તેને ખોલી શકાશે નહીં.

ખોદ્યો ડુંગર અને નિકળ્યો ઉંદર

હાલમાં આ લોકરને ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ઘણી મથામણ બાદ જ્યારે તેને ખોલ્યો ત્યારે ખબર પડી કે, આ સ્ટ્રોંગરૂમ તો પહેલાથી ખોલાયેલો છે, અગાઉ તેને કોઈ લૂંટી ગયું છે, પણ મેટલના પડ હોવાના કારણે તેમા જામ લાગી જતા, તે ખોલી શકાતું નહોતું. કેટલાય દિવસની મહેનતના અંતે જ્યારે આ સ્ટ્રોંગરૂમને ખોલવામાં આવ્યો ત્યારે ખબર પડી ત્યાં સંદૂર સિવાય કશું જ નથી. જેને લઈ નવાબનું ખાનદાન કેટલાય દિવસથી મીટ માંડીને બેઠું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *